ચોપાસ
વસંત પંચમી એટલે શિક્ષાપત્રી નો આનંદમય ઉજાસ
+++++++++
વસંત આવે અને ધરતી નવા શણગાર સજે. આ આનંદમય અવસરે ભગવાન સ્વામિનારાયણ એ શિક્ષાપત્રીના અમર ગ્રંથની રચના કરી માનવ જાતને પ્રેમ શાંતિ અને સંવાદિતા સંવાદિતા માર્ગ બતાવો હતો
+++++++++++++++
ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમી નું બીજું નામ જ્ઞાનપંચમી છે.આ દિવસે ભગવાન સ્વામિનારાયણ એ અમર ગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી માનવજાતને સુખ શાંતિ અને સમન્વયનો માર્ગ બતાવ્યો હતો.
હિન્દુ ધર્મમાં વસંતપંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે જ્ઞાનના દેવી મા સરસ્વતીની વિધિવત્ પૂજા કરવાનું વિધાન છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માધ માસની શુકલ પક્ષની પાંચમી :- તિથિના દિવસે વસંતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતીની પૂજાની સાથે સાથે મા લક્ષ્મી અને ભગવાન જ વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ પૂજાને શુભ માનવામાં આવે છે. કારણ કે તેમ કરવાથી વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની બને છે. એથી કોઈ પણ સંગીત કે કળાની શિક્ષાની શરૂઆત કરતા પહેલાં હંમેશાં આ પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથોનો આદેશ છે કે વસંતપંચમીના દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ. આ દિવસે બહ્મચર્યનું પાલન કરવું અત્યંત જરૂરી છે. વસંતપંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન કરવું જોઈએ નહીં. માન્યતા છે કે સવારની શરૂઆત પોતાની હથેળીઓ જોઈને કરવી જોઈએ. શક્ય હોય તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. વસંતપંચમીના દિવસે અપશબ્દો બોલવા જોઈએ નહીં. આ દિવસે કોઈનીયે સાથે ઝઘડો કરવો નહીં. વસંતપંચમીના દિવસે માંસ-મંદિરાનું સેવન કરવું જોઈએ નહીં. વસંતપંચમીના દિવસે વૃક્ષ કે છોડવા કાપવા જોઈએ નહીં.
વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજનએ ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ધરોહર છે. વિશ્વની બીજી એક પણ સંસ્કૃતિમાં જ્ઞાનના દેવીના પૂજનની પરંપરા નથી. પ્રાશ્ચાત ગ્રીક સંસ્કૃતિમાં યુદ્ધના દેવતા કે સૌંદર્યના દેવી વગેરેનો ઉલ્લેખ છે. પરંતુ જ્ઞાનના દેવીનો એ સંસ્કૃતિમાં ક્યાંય ઉલ્લેખ નથી.
વસંતપંચમીનો દેશભરમાં
ધામધૂમથી ઊજવવામાં આવે છે. મહાકવિ કાલિદાસે ‘કુમાર સંભવમાં વસંતનું કરેલું વર્ણન અદ્વિતીય છે. વસંતને કામદેવનો સખા પણ કહેવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં 'વસંત વિજય' એક યાદગાર રચના છે ઉમા હિમાલય પર તપ કરી રહેલા શિવની પૂજા કરે છે ત્યારે શિવજીને વિચલિત કરવા દેવોની આજ્ઞાથી કામદેવ વસંતની સહાય લે છે. વર્ષા એ ઋતુઓની રાણી છે તો વસંતને ઋતુરાજ કહ્યો છે.
આ તો સાહિત્યમાં વસંતની મહત્તાની વાત થઈ પરંતુ હવે વસંતઋતુના આધ્યાત્મિક મહત્ત્વની વાત અનોખી છે.
વસંતપંચમીના દિવસે વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાનના દેવી મા સરસ્વતીની પૂજાનો દિવસ છે.
વિભિન્ન ગ્રંથોમાં દેવી સરસ્વતીને બ્રહ્મસ્વરૂપા, કામધેનુ, અત્રિત, તેજસ્વિની, અનંત ગુણશાલિની તથા સમસ્ત દેવોના પ્રતિનિધિ કહેવામાં આવ્યા છે. વસંતપંચમીનો દિવસ દેવી સરસ્વતીની પૂજાનો દિન હોઈ આ દિવસે વિદ્યાર્થીઓ માટે પણ મહત્ત્વનો છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે વસંતપંચમી તે દેવી સરસ્વતીના ‘આવિર્ભાવ દિવસ' છે. દેશના કેટલાક ભાગોમાં આ પર્વને 'વાગીશ્વરી જયંતી' અને 'શ્રી પંચમી' પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર દેવી સરસ્વતીની કૃપા હોય તે વ્યક્તિ જ્ઞાની અને વિદ્યાનો પારંગત બની જાય છે. કહેવામાં આવે છે કે જેની જીભમાં દેવી સરસ્વતીનો વાસ હોય તે વિદ્વાન અને કુશાગ બુદ્ધિનો માનવી બની જાય છે. એવી માન્યતા છે કે વસંતપંચમીના દિવસે દેવી સરસ્વતીનું પૂજન અને વ્રત કરવાથી તે વ્યક્તિની સ્મરણશક્તિ મજબૂત બની જાય
છે અને તેની વાણી પર મધુર બની જાય છે.
આમ જોવા જઈએ તો ઋતુરાજ વસંતના આગમનની સાથે જ ઠંડી વિદાય લેવા માંડે છે. વસંતપંચમી બધાં જ શુભકાર્યો માટે શુભ મુહૂર્તનો દિવસ ગણાય છે. શરદ ઋતુની વિદાય સાથે અને વસંત ઋતુના આગમનથી સમસ્ત પ્રાણી જગતમાં નવજીવન અને નવચેતનાનો સંચાર થાય છે. કડકડતી ઠંડીના બદલે શાંત, શીતલ અને મંદ વાયુ વહેવા લાગે છે. આ સમયે પંચતત્ત્વ એટલે જળ,વાયુ, ધરતી, આકાશ અને અગ્નિ પોતાનો પ્રકોપ છોડી અત્યંત મોહકરૂપ ધારણ કરે છે.
શરદ ઋતુ તો પાનખરની ઋતુ છે. વૃક્ષોને વેલાના પાન ખરી પડેલાં પાંદડાંની સાથે નવી કુંપળો ફૂટતી દેખાય છે. વસંતના આગમનની સાથે પ્રકૃતિ ખીલી ઊઠે છે. બાગ-બગીચાઓમાં ફૂલો ખીલવા માંડે છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં સોનેરી લાગવા માંડે છે. સરસોના પીળાં ફૂલથી ખેતરો શોભી ઊઠે છે. વૃક્ષો પરથી પક્ષીઓનો મીઠો કલરવ સંભળાય છે. ઠંડી સહન કરવા અશક્તિમાન વૃદ્ધો અને બીમાર લોકો વસંતના આગમન બાદ રાહત અનુભવે છે. વસંતપંચમીના દિવસથી જ હોળીના ઉત્સવનો કું* પણ આરંભ થાય છે. દેશના કેટલાક ભાગોમાં વસંતપંચમીના દિ દિવસે દેવી મા સરસ્વતીને પીળો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્ર દિવસે સ્ત્રીઓ પીળા વસ્ત્રો પણ પહેરે છે.
સાહિત્ય અને સંગીત માટે પણ વસંતપંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે. કારણ કે જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીના દિ પૂજાનો આ પવિત્ર દિવસ છે. બાળકોને આ દિવસથી જ બોલતાં કે લખવાનું શીખવવું તે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જ દેવી મા સરસ્વતી હાથમાં વીણા, પુસ્તક અને માળાં સાથે અવતરિત થયાં હતા. આ કારણથી જ ભારતીય દિ સંસ્કૃતિમાં આ દિવસે લોકો વિદ્યા, બુદ્ધિ અને વાણીના અધિષ્ઠાત્રી અ દેવી સરસ્વતીની પૂજા-આરાધના કરી પોતાના જીવનના અજ્ઞાનના અંધકારને દૂર કરવાની કામના કરે છે.
કહેવાય છે કે વસંતપંચમીના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે પહેલીવાર દેવી સરસ્વતીની આરાધના કરી હતી, અને તે દિવસથી વસંતપંચમીને મા સરસ્વતીની આરાધનાનું પર્વ મનાવા લાગ્યું. 'વસંતપંચમી'ને ગંગાના અવતરણનો દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ જ દિવસે ગંગામૈયા પ્રજાપતિ બહ્માના કમંડળમાંથી નીકળી ભગીરથના પૂર્વજો મોક્ષ પ્રદાન કરવા અને સમસ્ત ધરતીને નવપલ્લવીત કરવા પૃથ્વી પર અવતરિત થયાં હતાં. ધાર્મિક દૃષ્ટિએ આ કારણથી વસંતપંચમીના દિવસે ગંગા સ્નાનનું પણ આગવું મહત્ત્વ છે.
સંત પંચમીનું સૌથી વધુમાં વધુ મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ભગવાન સ્વામિનારાયણ એ વસંત પંચમીને દિવસે શિક્ષાપત્રીની રચના કરીને માનવજાતને ધર્મની રાહ પર ચાલવા ચાલવાનું એક અનોખો માર્ગ બતાવ્યો ભગવાન સ્વામિનારાયણ એક સમયે આ ધરતી પર આવ્યા અને વસંત પંચમીને દિવસે જ તેમને શિક્ષાપત્રીની રચના કરી
શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણની પરાવાણી.
આ પરાવાણી નો ઉદ્ભવ વસંત પંચમીને દિવસે થયો અને દુનિયામાં સર્વત્ર ધર્મની સ્થાપના થઈ સદભાવનાનો ફેલાવો થયો અને માનવ જાતના સુખ-શાંતિના સપનાઓ સાકાર થવા લાગ્યા આ પવિત્ર દિવસે પ્રેમ શાંતિ અને સંવાદિતાનું સમન્વયિત થાય છે તેમ ભગવાન સ્વામિનારાયણનું વચન છે
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें