ASHTANGA YOG 4 ALL---- INDIAN YOGA---YOGA 4 ANYONE https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.books&pcampaignid=web_share
रविवार, 21 जनवरी 2024
વિશ્વ આખું સિયા રામમય બની રહ્યું છે
પ્રાસંગિક
ભારત આજે સિયા રામમય બની રહ્યું છે ત્યારે સર્વ શક્તિમાન રામનો વિરોધ કરવો અર્થ હીન છે
++++++++++
સમગ્ર ભારત આજે રામમય બની રહ્યું છે વિશ્વના 100 કરતા વધુ દેશોમાં પણ જે રામ ભક્તો છે તેઓ પણ 22મી જાન્યુઆરીના મંગલમય અવસરને દિલથી ઉજવવાના છે ચોતરફ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે પરંતુ જે સનાતન વિરોધીઓ છે તેઓને ખૂબ તકલીફ થઈ રહી છે કારણ કે પ્રજાની વચ્ચે જઈને વિરોધ કેમ કરવો તે વસ્તુ તેને સમજાતી નથી આથી તેઓ એવું વિચારે છે કે આ દિવસે આપણે પ્રજા ની સહાનુભૂતિ મેળવવા માટે કંઈક એવું નાટક કરીએ કે જેથી પ્રજા આપણને જાકારો ન આપે.
આથી જે લોકોએ રામના અસ્તિત્વ માટે સવાલો ઉઠાવ્યા હતા. અદાલતમાં ગયા હતા કે રામ નામની કોઈ વ્યક્તિ થઇ જ નથી તેનો સુપુત્ર રામનો સખત વિરોધી છે આમ છતાં તે 22મી એ કોઈ શિવ મંદિરમાં દર્શન કરવા જશે અને પ્રજાની સહાનુભૂતિનો એક અંશ મેળવવા માટે પ્રયાસ કરશે બીજી બાજુ મમતા બેનર્જી પણ આ દિવસે સદભાવના રેલી કાઢીને દુર્ગા માતાના મંદિરે જઈને માથું ટેકવીને પ્રજાની સહાનુભૂતિ મળે તે માટે નાટક કરશે બીજી બાજુ અખિલેશ યાદવ સહિતના નેતાઓ કહે છે કે રામ પ્રતિષ્ઠા મહોત્સવ એ ભાજપનો અને સંઘ પરિવારનો ઉત્સવ હોવાથી અમે તેમને નકારીએ છીએ પરંતુ એ પૂરો થયા પછી અમે દર્શને જવાના છીએ.
યુગો વીતી ગયા છે, પણ રામ ભૂલાતા નથી. મોટા મોટા રાજા- રજવાડાંઓ, સમ્રાટો પણ ભૂલાઈ ગયા. દાન આપીને બદલામાં પોતાના શિલાલેખો કોતરનારા ભૂલાઈ ગયા સર્વ વ્યાપક ભગવાન શ્રીરામ આજે સર્વના દિલમાં વસે છે આથી આ લોકો અનેરા ઉત્સાહથી આણમોલ અવસરને શ્રદ્ધાથી આવકારી રહ્યા છે. મોટા મોટા સમ્રાટ તો આવ્યા અને ગયા પણ પ્રજાને રામ યાદ રહી ગયા!
પૂજ્ય મોરારીબાપુ જેવા અનેક કથાકારો રામને ભૂલવા દેતા નથી.સંતો-સાધુઓનો રામ- નામના મહિમામાં એમનો બહુ મોટો ફાળો છે. એ રામનામની-રામકથાની અવનવી વાતો કરતાં રહે છે. વસ્તુતઃ 'રામ' કોઈ એક ધર્મની માલિકી નથી, રામ કોઈ વ્યક્તિ નથી. રામ સમષ્ટિ છે. રામ વ્યક્તિ નથી. રામ તત્ત્વ છે. જ્યાં સારપ છે, સંસ્કૃતિ છે, સંસ્કાર છે, આદર્શ છે... ત્યાં રામ છે!
જગતમાં અનેક યુદ્ધો થયા. જય-પરાજય થયા. પ્રજા વિસ્થાપિત થઈ. ધર્મસ્થાનકો તૂટ્યાં. મહારાજા વીર વિક્રમ એ બંધાયેલું રામ જન્મભૂમિ નું ભવ્ય મંદિર બાબરે તોડી નાખ્યું અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી. પછી સદીઓ વીતી ગઈ. નો ઇતિહાસ જાણીતો છે જેમાં
અનેકે કાર સેવકો એ પ્રાણોની આહુતિ આપી, સામી છાતીએ ગોળી ઝીલી અને તે દિવસ અને સરયુ નદીનું વહેતું જલ રક્તવર્ણ બની ગયું એ દિવસો આજે લોકો ભૂલ્યા નથી રામ વિરોધીઓ ને લોકો કોઈ સંજોગોમાં આવકાર આપતા નથી તે હકીકત છે આજે સમગ્ર દેશ રામમય છે ત્યારે મોદી અને યોગીનો વિરોધ કરનારાઓએ રામનો વિરોધ કરવાની જે ભૂલ કરી છે મોટું નુકસાન રાજકીય લેવલે તેને ભોગવવું પડશે તે હકીકત છે ભૂતકાળમાં અનેક ધર્માન્તરણ થયાં. વર્ષો સુધી ગુલામીની પરવશતામાં પ્રજા શ્વાસ લેતી રહી. એ સરમુખત્યાર, ચક્રવર્તીઓ ભૂલાઈ ગયા. રામ યાદ રહી ગયા! એનું કારણ છે : રામ જીવે છે સૌનાં દિલમાં, રામ શ્વસે છે ઘટ-ઘટમાં!
આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો અને તેનું ચૈતન્ય સદા જાગૃત હતું. પરિણામે, આપણે છિન્ન- ભિન્ન થયાં, લૂંટાયાં, વટલાયાં, અસહાય થયાં. મરાયાં, દુર્બળ બન્યાં, પણ આપણી પ્રજાનાં દિલના એક ખૂણામાં રામના નામનો દીવો પ્રજ્વલિત રહ્યો. એ તેની પવિત્રતાને જાળવતો રહ્યો.રામ અને રાવણ એક વૃત્તિનું નામ છે. તમે અન્ય તરફથી આવતી પીડા સહન કરો છો ત્યારે તમે રામ છો, તમે કારણ વિના સહન કરો છો, તો તમે રામ છો, તમે ભૂલ વગર સહન કરો છો અને તમારા પર નિષ્કારણ કષ્ટની વર્ષા કરનારને ક્ષમા આપો છો, ત્યારે તમે રામ છો.રામની પાસે કૃતજ્ઞતા, વિશાળતા ને ઉદારતાનો સમન્વય હતો તેથી રામના નામનું અસ્તિત્વ સૌના દિલમાં આજે પણ અમર છે અને તે કાયમ રહેવાનું જ છે સનાતન વિરોધીઓ રામના નામની આંધીમાં તણખલાની જેમ ફેકાઈ જવાના છે એ પણ એક હકીકત છે
ભગવાન રામના મંદિરને બનતું અટકાવવાના વિરોધીઓના ધમ પછાડા આખરે નિષ્ફળ નીવડી રહ્યા છે સમગ્ર દુનિયા રામમય બની જશે અને વિરોધીઓ દેખતા રહી જશે
સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન ભગવાનનો વિરોધ કરનારાઓને ખબર નથી કે રામ નામની આંધીમાં તેઓ ખોવાઈ જવાના છે. રામ મંદિરના શ્રી ભવ્ય મહોત્સવ ને અટકાવવા માટે છેલ્લી ઘડી સુધી હવાતિયા મારનારા આ ધર્મ વિરોધી લોકો હાથ ઘસતા રહી જશે અને ભગવાન અવધ પુરીના મંદિરમાં બિરાજમાન થઈ જશે તેને દુનિયાની કોઈ તાકાત અટકાવી નહીં શકે.
રામ વિરોધી નેતાઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રજા તેને જાકારો આપે છે અને પ્રશ્ન પૂછે છે કે ક્યાં છે તમારો સદભાવ? સદભાવ તો માત્ર ભગવાન સાથે હોય ભગવાનના વિરોધ કરનારાઓ સાથે નહીં. લોકો પ્રશ્ન પૂછે છે કે તમે એ જ લોકો છો કે જેણે ભગવાન શ્રીરામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો !!તમે એ જ લોકો છો કે જેને રામસેતુ તોડવાના પ્રયાસો કર્યા હતા. આજની તારીખે અયોધ્યા નગરી સ્વર્ગ સમી દીપી રહી છે દેશભરમાં રામના નામનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે રામવિરોધી સનાતન વિરોધી લોકોના કાવતરા નિષ્ફળ નીવડી રહ્યા છે.
રામ વિરોધી એવી દલીલ હતી કે જે મંદિરનું શિખર ન હોય તે મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં પરંતુ તાત્કાલિક યુદ્ધના ધોરણે મંદિર માટે એક ટેમ્પરેરી શિખર ઊભું કરવામાં આવી રહ્યું છે અને તે સાંજ સુધીમાં ઊભું થઈ જશે. એવી દલીલ કરી કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી મંદિરની પૂજામાં ભાગ ન લઈ શકે. પરંતુ ભારતના સંવિધાનમાં એવો ઉલ્લેખ છે કે કોઈપણ વ્યક્તિ કે જે ભારતનો નાગરિક છે તેને પોતાનો ધર્મ પાળવાની બંધારણ છૂટ આપે છે તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ ભારતના નાગરિકો હોવાને નાતે તેને પોતાની આસ્થા પર પૂજા કરવાનો પૂર્ણ અધિકાર છે. દરેક વ્યક્તિ પછી તે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય તે પોતાનો ધર્મ પાળી શકે છે પોતાના ઇષ્ટદેવની પૂજા કરી શકે છે આ માટે કોઈ કાયદો આડ ખીલી રૂપ બની શકે નહીં. રામ વિરોધીઓએ શંકરાચાર્યને સમજાવી પટાવીને મંદિરના વિરોધમાં આગળ કર્યા જે જગત ગુરુ છે જે જગતને દોરવણી આપે છે ધર્મની સમજ આપે છે તેઓ પણ રામ વિરોધીઓની વાતમાં આવી ગયા તેને આપણું દુર્ભાગ્ય કહી શકાય અને જગતગુરુ ની ઉપાધિ ધારણ કરી છે તે ધર્મ વિરોધમાં વાત કરે તે જરા પણ વ્યાજબી નથી હિન્દુ ધર્મ સનાતન કાળથી છે તે સર્વને સમાન રીતે માને છે સર્વનું સન્માન કરે છે અને દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપે છે ત્યારે રામ વિરોધી વલણ જરા પણ વ્યાજબી નથી આજે દેશ આખામાં રામનાનામનો જય જય કાર થઈ રહ્યો છે ત્યારે જે લોકો એમ કહે છે કે આ આખો કાર્યક્રમ એક નાટક છે અને તે ભાજપ અને સંઘ પરિવારનો પ્રસંગ છે એટલે અમે તેમાં હાજર નહીં રહીએ આમ કહીને તેણે ભગવાનના આમંત્રણનો અસ્વીકાર કર્યો પરંતુ પાછળથી તેને સદબુદ્ધિ સુજી કે આપણે જે વલણ ધારણ કર્યું છે તે પ્રજા વિરોધી છે દેશ આખામાં લોકો રામમય બની ગયા છે ત્યારે આપણે થોડુંક ડેમેજ કંટ્રોલ કરવું પડશે આથી તેમણે સદભાવના યાત્રા નું તૂત ઊભું કર્યું.દરમિયાન ૨૨મી તારીખે રાહુલ ગાંધી પણ કોઈ શંકરના મંદિરમાં દર્શન કરવા જવાનું નાટક કરવાના છે જેથી પ્રજાની થોડી સહાનુભૂતિ તેને પ્રાપ્ત થઈ શકે આવી જ રીતે મમતા બેનરજી પણ સખત ધર્મ વિરોધી હોવા છતાં 22 મે કલકત્તામાં માતા દુર્ગા માતાના મંદિરને દર્શને જવા માટે સદભાવના રેલી કાઢવાના છે આ રાજકીય નાટક બાજી છે પણ પ્રજા મૂર્ખ નથી તે બરોબર સમજે છે આગામી 2024 ની ચૂંટણીમાં જે લોકોએ રામ મંદિરનો વિરોધ કર્યો છે તે લોકો ભક્તિના ઝંઝાવાતમાં તણખલાની જેમ ફેકાઈ જવાના છે.
ભગવાન રામ સર્વ શક્તિમાન છે. સર્વ વ્યાપક છે આથી તેના પોતાના જ નીજધામના મહાઉત્સવને પૂર્ણ કરવા માટે તે સર્વ સમર્થ છે દુનિયાની કોઈ તાકાત તેને અટકાવી નહીં શકે તે એક હકીકત છે.
સુરેશ ભટ્ટ
વિનમ્રતા
વિનમ્રતા
વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી
અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ પોતાના ગામની પાસેના ગામમાં જનસભાને સંબોધન કરવાના હતા. ભીડ ખૂબ જ હતી. અબ્રાહમ લિંકને જેવું ભાષણ શરૂ કર્યું કે તરત જ ભીડમાંથી એક મહિલા ઊભી થઈ. આશ્ચર્યજનક શબ્દોમાં તેણે કહ્યું, 'અરે, આ ક્યારે રાષ્ટ્રપતિ બની ગયો ? આ તો અમારા ગામના મોચીનો દીકરો છે. લિંકનના કાને આ શબ્દો પડ્યા બાદ તેઓએ ખૂબ જ વિનમ્ર શબ્દોમાં કહ્યું, 'જી શ્રીમતીજી ! તમે બિલકુલ સાચું કહ્યું, હું તે જ મોચીનો દીકરો છું. તમે અહીં ઉપસ્થિત લોકોને મારા ભૂતકાળથી પરિચિત કરાવી ખૂબ જ સારું કામ કર્યું છે. હવે તમે મને એ કહો કે, મારા પિતાજીએ તમારા ચપ્પલ તો બરાબર ઠીક કર્યા હતા ને ? અમારા કામથી તમને કોઈ ફરિયાદ તો નથી ને ?' મહિલાએ કહ્યું કે તમારા પિતાએ પૂરી કુશળતાથી અને ઈમાનદારીપૂર્વક પોતાનું કામ કર્યું હતું. અમારે ક્યારેય પણ ફરિયાદ કરવી પડી ન હતી. આ સાંભળ્યા બાદ લિંકને કહ્યું, ‘બરોબર એ જ નિષ્ઠાથી હું રાષ્ટ્રપતિ તરીકેની ફરજ નિભાવીશ. હું તમામ લોકોને વચન આપું છું કે જે રીતે મારા મોચી પિતાના કામથી કોઈની ક્યારેય ફરિયાદ નથી થઈ તે રીતે મારી કોશિશ રહેશે કે મારા કામ પ્રત્યે પણ કોઈને ક્યારેય ફરિયાદ કરવી નહીં પડે. આજે પણ અબ્રાહમ લિંકનની ગણના અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે. એક નેતા, એક રાજકારણી, એક શાસક કેટલી હદે ઉદાર અને સહિષ્ણુ હોવો જોઈએ તે લિંકનના જીવનની આ ઘટના શીખવી જાય છે. આ મહાન રાજકારણી શીખવે છે કે, વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી
માનવી જોવી નંબર બને તો તે જિંદગીની અંદર સફળતાના નવા શિખરો સર કરી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી
સુરેશ ભટ્ટ
.’