[2/6 07:56] Suresh Bhatt: ચોપાસ તારીખ ૨જી જૂન 2021
પરીક્ષા જિંદગી જીતવાનો જંગ નથી.
__________
પરીક્ષા નો હેતુ બિનજરૂરી સ્પર્ધા નથી. 40% વિદ્યાર્થીના કપાળ પર નાપાસ નું લેબલ લાગવાથી તેઓ જીંદગીનો જંગ હારી જાય છે. પરીક્ષા અભ્યાસની હોવી જોઈએ જિંદગીની નહીં________________
માનવીની જિંદગી હર ક્ષણે એક નવો જંગ છે એક નવી પરીક્ષા છે આ પરીક્ષામાં માનવી કદાચ જીતી જાય પરંતુ અભ્યાસ લક્ષી પરીક્ષામાં જો વિચાર થી હારી જાય તો તે પોતાની જાતને જીવનભર હારેલો સમજે છે કારણ કે તેના કપાળ પર નાપાસ નું લેબલ લાગી જાય છે જે જરા પણ યોગ્ય નથી
એસએસસીની પરીક્ષાના જીવલેણ ટેન્શનને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણે છે . એસએસસીની પરીક્ષા ફરજિયાત હોવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓ હજારો રૂપિયાનો વ્યય ટ્યૂશન પાછળ કરવા માટે મજબૂર બની જાય છે . એસએસસીની પરીક્ષામાં વધુ ટકા લાવનારને જ સારી સ્કૂલમાં અથવા કોલેજમાં પ્રવેશ મળતો હોવાથી વિદ્યાર્થીઓમાં બિનજરૂરી સ્પર્ધાની ભાવના પેદા થાય છે અને તેઓ સ્ટ્રેસનો શિકાર બને છે . એસએસસીની પરીક્ષામાં ભાગ લેનારા ૩૦ થી ૪૦ ટકા વિદ્યાર્થીઓના કપાળ ઉપર ‘ નપાસ'નું લેબલ લાગી જતું હોવાથી નપાસ થનારા લાખો વિદ્યાર્થીઓ હતાશાનો ભોગ બને છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે.
પરીક્ષાનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવાનું અને તેના આધારે વિદ્યાર્થીની કચાશ દૂર કરીને તેના જ્ઞાનને અણિશુદ્ધ બનાવવાનું હોવું જોઇએ . સાચી પરીક્ષા પદ્ધતિ એવી હોવી જોઇએ કે જેમાં વિદ્યાર્થીને જે વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા હોય તેમાં તેને નાપાસ કરવાને બદલે તે વિશે વધુ ઓન લાઇન મદદ કરવી જોઈએ. પણ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીના કપાળ પર નાપાસ નું લેબલ ન લગાવવું જોઈએ કે જેનાથી ટેન્શનમાં આવી જીંદગીનો જંગ હારી જાય અને આત્મહત્યાના માર્ગે જાય.
દેશભરમાં કોરોના મહામારીની સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે સીબીએસઈ 12 માની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે . આ મુદ્દે નિર્ણય લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ જાહેરાત કરાઈ હતી . આ અંગે વડાપ્રધાને કહ્યું કે , આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે . બાળકો , વાલીઓ અને શિક્ષકોના મનમાં વ્યાપ્ત આશંકાઓ દૂર કરવી જરૂરી છે . કોરોનાની સ્થિતિ આખા દેશનાં રાજ્યોમાં જુદી જુદી છે . કેટલાંક રાજ્યોએ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરીને સ્થિતિ કાબૂમાં રાખી છે , તો કેટલાકે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે . બાળકો , વાલીઓ અને શિક્ષકો તમામને આરોગ્યની ચિંતા છે . ... બાળકોના આરોગ્ય નું બલિદાન ન લેવાય તે માટે સી.બી.એસ.ઇ 12 ની પરીક્ષા સરકારે રદ કરી છે જે યોગ્ય છે ગુજરાત સરકારે પણ આ નિર્ણયનો અમલ કરવો જોઈએ આજે પરીક્ષા નો હેતુ શું છે તે સર્વે લોકો એ સમજવું જોઈએ.
પરીક્ષાના ટેન્શનથી મુક્ત કરવામાં આવશે તો તેઓ ભણવાનું છોડી દેશે . એમાં ભૂલ ભરેલું છે હકીકતમાં અત્યારે બાળકો જે કાંઇ ભણે છે તે જ્ઞાનલક્ષી નથી હોતું પણ પરીક્ષાલક્ષી હોય છે . આ ભણતર તેમને પરીક્ષામાં વધુ ટકા અપાવી શકે છે , પણ વાસ્તવિક જીવનમાં કાંઈ કામ લાગતું નથી . વળી તેઓ જે કાંઈ ભણે છે તે ભય અથવા લાલચથી પ્રેરાઇને ભણે છે , માટે ભણતરમાં કાંઈ ભલીવાર નથી હોતો . બાળકો જ્યારે ખરેખર પરીક્ષાના ભયથી મુક્ત થઇને ભણશે ત્યારે જ્ઞાનપ્રાપ્તિનો આનંદ કોને કહેવાય તેની તેમને અને શિક્ષકને પણ પ્રતીતિ થશે . આજના વાલીઓ પરીક્ષા અને ટકાવારી સિવાય
કાંઇ વિચારી શકતા જ નથી . તેમને નવી વ્યવસ્થાના ફાયદાઓ સમજવામાં થોડો સમય લાગશે . હકીક્તમાં જોઇએ તો એસએસસીની ફરજિયાત પરીક્ષા , માર્સને આધારે આપવામાં આવતાં પરિણામો , મેરિટ લિસ્ટ બહાર પાડીને પેદા કરવામાં આવતી બિનજરૂરી સ્પર્ધા , સફળ વિદ્યાર્થીઓના ફોટાઓ છાપવાની પ્રથા , નિષ્ફળ વિદ્યાર્થીઓમાં પેદા થતી હતાશા આ બધું સિસ્ટમ દ્વારા દાખલ કરવામાં આવેલી ભૂલભરેલી શિક્ષણ પદ્ધતિને જ આભારી હતું . આ ખોટી પદ્ધતિનો વાલીઓને અને કેટલાક શિક્ષકોને પણ એવો નશો ચડી ગયો છે કે તેઓ તેના ગુલામ બની ગયા છે . કેન્દ્ર સરકારને પોતાની ભૂલ આજે સમજાઇ છે ; રાજ્ય સરકારને આવતી કાલે સમજારો ; પણ આ વાલીઓએ હવે પરીક્ષા પદ્ધતિના ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે . કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ એસએસસીની પરીક્ષાના ભૂતને કાઢવાની કોશિશ કરવામાં આવશે ત્યારે પરીક્ષાને કારણે ગાઇડો , કોચિંગ ક્લાસો અને ટ્યૂશનના ધંધામાંથી અરબો રૂપિયાની કમાણી કરતાં સ્થાપિત હિતો તેનો બોલકો વિરોધ કરશે . તેઓ કદાચ પોતાની વાત સરકારના કાન સુધી પહોંચાડવા વાલીઓને તૈયાર કરીને તેમના ખભા ઉપર રાખીને બંદૂક પણ ફોડશે . આ સુધારાનો વિરોધ કરવા વાલીઓ મોરચા કાઢશે અને આંદોલનો પણ કરજો ; પણ કેટલાક ગેરમાર્ગે દોરવાયેલા સ્પર્ધાધેલા વાલીઓના દબાણ હેઠળ ઝૂકી જશે.
શિક્ષણનો હેતુ જ્ઞાનપ્રાપ્તિ હોવો જોઈએ જ્ઞાન જીવન જીવવામાં ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય તે સાચું જ્ઞાન છે. પરીક્ષા નો હેતુ અભ્યાસક્રમ લક્ષી હોવો જોઈએ તેને પરીક્ષાને જીવન મરણનો જંગ બનાવવાની જરૂર નથી જ્ઞાન મુક્ત હોવું જોઈએ ભય રહીત થવું જોઈએ ટેન્શન રહિત હોવું જોઈએ આથી પરીક્ષા ની આખી સિસ્ટમ ધરમૂળમાંથી બદલવામાં આવે તે આજના તબક્કે ખાસ જરૂરી છે
સુરેશ ભટ્ટ
[2/6 07:59] Suresh Bhatt: https://images.app.goo.gl/hDEyzPdeT6drLBPN9