बुधवार, 7 फ़रवरी 2024

સાત ચક્ર

 પ્રાસંગિક



 સૂક્ષ્મ શરીરના સાત ચક્રો આરોગ્ય નો આધાર છે


+++++++++++++++

જ્યારે માનવી બીમાર પડે છે ત્યારે આ બીમારીના લક્ષણો સૌથી પહેલા તેના સૂક્ષ્મ શરીર પર અસર કરે છે તેના શરીરમાં આવેલા સાત ચક્રો માંથી જે ચક્ર બ્લોક થાય છે અથવા દૂષિત થાય છે તેને લગતા રોગો તે માનવીને થાય છે તે વસ્તુ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થવાની તૈયારીમાં જ છે

+++++++++++++++


હાલ ના સંજોગોમાં અનેક લોકો હાર્ટ અટેક ના ભોગ બને છે ખાસ કરીને નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકના બને છે આવી રીતે વાયરલ ઇન્ફેક્શનના રોગો પણ વધતા જાય છે મેડિકલ સાયન્સ ની અભૂતપૂર્વ પ્રગતિ છતા રોગોની સંખ્યા વધતી જાય છે રોગો વધુ ને વધુ જટિલ બનતા જાય છે તેનું કારણ વિજ્ઞાન સમજી શકતું નથી. પરંતુ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આપના સૂક્ષ્મ શરીરમાં રહેલા સાત ચક્રોની જે વાત કહેવામાં આવી છે તે બાબતમાં હવે વિજ્ઞાનનું ધ્યાન ગયું છે

આધુનિક મેડિકલ સાયન્સ કહે છે કે આપણા શરીરમાં કોઈ ચક્રો નથી શરીરના પોસ્ટ મોર્ટમ વખતે આવા કોઈ ચકરો નજરે ચડતા નથી આથી મોટાભાગના ચિકિત્સકો યોગ શાસ્ત્રની આ વાતને સમર્થન આપતા નથી. અથવા તો મૌન સેવે છે.આ સંદર્ભમાં આપણા પ્રાચીન ગ્રંથો અને યોગીઓ શું કહે છે તથા આ બાબતમાં આધુનિક વિજ્ઞાન નું સંશોધન એટલે  સુધી પહોંચ્યું તે જાણવું વચન જરૂરી છે.


સિહોર ની તપોભૂમિમાં દાદાની વાવ ની જગ્યાએ થઈ ગયેલા સિદ્ધ સંત યું. એનદર્શન દાસજી મહારાજ યોગશાસ્ત્રના જ્ઞાતા હતા તેમને ગુજરાતી ભાષામાં એકાગ્રતા, મનની શક્તિ, તથા યોગ પર ઘણા પુસ્તકો લખેલા છે આ પુસ્તકોનું ગુજરાતી સંપાદન ભાવનગરના પીઢ પત્રકાર સ્વ. અનંતભાઈ વ્યાસે કરેલું આ પુસ્તકો શિશુવિહાર શાળાની લાઇબ્રેરીમાં હતા. આ પુસ્તકમાં એક પુસ્તકનું નામ છે માનવ અને વિદ્યુત પ્રવાહ આ પુસ્તકમાં માનવીના શરીરમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને તેને લગતી એવી ઘણી વાતોનું જ્ઞાન આપેલું કે જે આજે કોઈ જાણતું નથી. આ પુસ્તકમાં શરીરના સાત ચક્રો ની વાત કહેવામાં આવેલી છે આ સાત ચક્રો ભૌતિક શરીરમાં નથી પરંતુ સૂક્ષ્મ શરીરના છે આ સૂક્ષ્મ શરીરની અંદર પણ આ સૂક્ષ્મ ચક્રો માત્ર અનુભવથી જાણી શકાય તેને માઈક્રોસ્કોપ થી પણ જોઈ શકાતા નથી. તેથી આજનું ચિકિત્સા વિજ્ઞાન અને સ્વીકારે નહીં તે પણ એક હકીકત છે


આપણાં શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી હોય છે, તે ઊર્જાનો પ્રવાહ શરીરના સાત બિંદુઓ સંકળાયેલા છે


 આ સાત બિંદુઓને ચક્રો કહેવામાં આવે છે. જો મનુષ્ય અધ્યાત્મની કે ભૌતિક દુનિયામાં પણ સુખી અને સફળ થવા માગતો હોય તો તેનાં સાતેય ચક્રો શુદ્ધ હોવાં જરૂરી છે. યોગીપુરુષો ચક્રોને શુદ્ધ કરવાની વિદ્યા જાણતા હોય છે, માટે તેમના સાન્નિધ્યમાં આપણને હકારાત્મક ઊર્જા (Positive Energy)નો અનુભવ થાય છે. સંત મહાત્મને પગે લાગવાનો હેતુ એ છે કે તેની આ પ્રાણ ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ થાય અને આપણું જીવન પવિત્ર બને સુખી બને તે હેતુ પ્રણામનો છે નમસ્કાર પણ સૂર્ય નમસ્કારનું એક આસન છે. આથી કહેવત છે કે નમે તે પ્રભુને ગમે.


મનુષ્યના શરીરમાં કરોડો નાની-મોટી નાડીઓ હોય છે. આ તમામ નાડીઓ શરીરમાં કુલ ૧૦૮ જગ્યાએ જંક્શનો બનાવે છે. આથી માળા ના મણકા 108 હોય છે સિધ્ધપુરુષ નામની આગળ આથી શ્રી108 લખવામાં આવે છે શ્રી 108 એટલે જેનામાં 108 ગણી શ્રી વિદ્યા છે તેવા સંતપુરુષ તેવા યોગી

આ ચક્રો હકીકતમાં ત્રિકોણના સ્વરૂપમાં હોય છે, પણ તેમને ચક્રો કહેવામાં આવે છે. કુલ ૧૧૪ ચક્રો પૈકી ૨ ચક્રો શરીરની બહાર હોય છે. ૧૧૨ ચક્રો શરીરની અંદર હોય છે, પણ તેમાંનાં ૧૦૮ ચક્રો પર જ આપણે કામ કરી શકીએ છીએ. ૧૦૮નો આંકડો આધ્યાત્મિક દૃષ્ટિએ બહુ મહત્ત્વ ધરાવે છે. મનુષ્ય જો તંદુરસ્ત જિંદગી જીવવા માગતો હોય તો તેનાં ૨૧ ચક્રો સક્રિય હોવાં જોઈએ. આ ૨૧ ચક્રોનો પાયો તો ૭ ચક્રો જ છે. આ દરેક ચક્રમાં પિંગળા, ઇડા અને સુષુમ્ણા નાડી હોવાથી કુલ ૨૧ ચક્રો આપણા શરીરમાં સક્રિય રહેતાં હોય છે.


(૧) મૂલાધાર ચક્ર (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (૩) મણિપુર ચક્ર (૪) અનાહત ચક્ર (૫) વિશુદ્ધ ચક્ર (૬) આજ્ઞા ચક્ર (૭) અને સહસ્રાર ચક્ર. શરીરનાં સાતેય ચક્રો સાથે આપણી અંત:સ્રાવી ગ્રંથિઓ (Hormonal Glands) જોડાયેલી હોય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ શરીરના કિડની, હૃદય, પેન્ક્રિયાસ, ફેફસાં, મગજ વગેરે મહત્ત્વનાં અંગોનું નિયમન કરે છે. જેટલાં આપણાં ચક્રો શુદ્ધ હોય તેટલી અંત:સ્રાવી ગ્રંથિઓ વધુ ક્ષમતાથી કાર્ય કરે છે. આ કારણે ચક્રોની શુદ્ધિ વડે શારીરિક સ્વાસ્થ્ય હાંસલ કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં જાગતિક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે.આ વિશ્વમાં અનાદિ કાળથી આજ દિન સુધી જેટલા તીર્થંકર પરમાત્મા થઈ ગયા, સિદ્ધ ભગવંતો થઈ ગયા, શાસનપ્રભાવક આચાર્ય-ઉપાધ્યાય-મુનિ ભગવંતો થઈ ગયા, તેમની ઊર્જા વિશ્વમાં વહેતી હોય છે. જો આપણાં સાત ચક્રો શુદ્ધ હોય તો તે ઊર્જાનું જોડાણ આપણા શરીરની ઊર્જા સાથે કરી આપે છે. આપણું જે થર્મલ શરીર હોય છે તે વિદ્યુતચુંબકીય ઊર્જાના સ્વરૂપમાં હોવાથી તેને આધુનિક વિજ્ઞાનનાં યંત્રો દ્વારા જોઈ શકાય છે.


બ્રિટનના ડો. થોર્નટોન સ્ટ્રીટરે બાયોફિલ્ડ વ્યુઅર નામની સિસ્ટમ તૈયાર કરી છે, જેનો ઉપયોગ કરીને આપણા શરીરના ઊર્જાક્ષેત્રને માપી શકાય છે. ડો. થોર્નટોન સ્ટ્રીટરે ધ સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીસ નામની સંસ્થાની સ્થાપના કરી છે, જેની એક શાખા મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલી છે. ડો. થોર્નટોન સ્ટ્રીટર બ્રિટનમાં અને ભારતમાં આવેલાં સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીસના સ્થાપક છે. તેમણે મનુષ્યના થર્મલ શરીર બાબતમાં સંશોધન કરવામાં ૨૦થી વધુ વર્ષો ગાળ્યાં છે.વિશ્વભરમાં તેમનાં કેન્દ્રો ચાલે છે, જેમાં આધુનિક ચિકિત્સાપદ્ધતિનો સમન્વય ભારતની આયુર્વેદિક અને ચીનની પરંપરાગત પદ્ધતિ સાથે કરવામાં આવે છે. પુણે શહેરમાં આવેલાં વર્લ્ડ પીસ સેન્ટરમાં આવેલી આ શાખામાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતાં બાયોફિલ્ડ ઉપર સંશોધન કરવામાં આવે છે.



કોઈ પણ શરીર પર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે તેમાંથી કેટલાક ફોટોન શરીરમાં શોષાઈ જાય છે, જ્યારે કેટલાક પરાવર્તિત થઈને પાછા ફરે છે. શરીરના ક્યા ભાગમાં કેટલો પ્રકાશ શોષાઈ જાય છે? તેના આધારે તેજસ શરીરની તસવીર તૈયાર કરવામાં આવે છે. આ તસવીરનો અભ્યાસ કરવાથી શરીરમાં કોઈ પણ રોગ પેદા થયો હોય તો તેનો તાગ મેળવી શકાય છે અને તે મુજબ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તેની ચિકિત્સા પણ કરી શકાય છે. બાયોફિલ્ડ વ્યુઅરમાં જે પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે એક્સ-રે જેવા શરીરની આરપાર નીકળી જતાં કિરણો નથી હોતાં, જેને કારણે શરીરને રેડિયેશનથી નુકસાન થવાનો ભય રહેતો નથી.આજકાલ કેટલાક ચિકિત્સકો શરીરનાં સાત ચક્રોને શુદ્ધ કરવા દ્વારા હઠીલા રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. આપણાં શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી હોય છે, તે ઊર્જાનો પ્રવાહ શરીરના સાત બિંદુઓ વાટે બહાર આવે છે. આ સાત બિંદુઓને ચક્રો કહેવામાં આવે છે. જો મનુષ્ય અધ્યાત્મની કે ભૌતિક દુનિયામાં પણ સુખી અને સફળ થવા માગતો હોય તો તેનાં સાતેય ચક્રો શુદ્ધ હોવાં જરૂરી છે. યોગીપુરુષો ચક્રોને શુદ્ધ કરવાની વિદ્યા જાણતા હોય છે, માટે તેમના સાન્નિધ્યમાં આપણને હકારાત્મક ઊર્જા (Positive Energy)નો અનુભવ થાય છે.


મનુષ્યના શરીરમાં 1008 મુખ્ય નાળીઓ હોય છે આ ઉપરાંત તેની પેટા શાખા જેવી કરોડો નાની-મોટી નાડીઓ હોય છે. આ તમામ નાડીઓ શરીરમાં કુલ ૧૧૪ જગ્યાએ જંક્શનો બનાવે છે. આ જંક્શનો હકીકતમાં ત્રિકોણના સ્વરૂપમાં હોય છે, પણ તેમને ચક્રો કહેવામાં આવે છે. કુલ ૧૧૪ ચક્રો પૈકી ૨ ચક્રો શરીરની બહાર હોય છે. ૧૧૨ ચક્રો શરીરની અંદર હોય છે, પણ તેમાંનાં ૧૦૮ ચક્રો પર જ આપણે કામ કરી શકીએ છીએ. ૧૦૮નો આંકડો આધ્યાત્મિક દૃષ્ટિએ બહુ મહત્ત્વ ધરાવે છે. મનુષ્ય જો તંદુરસ્ત જિંદગી જીવવા માગતો હોય તો તેનાં ૨૧ ચક્રો સક્રિય હોવાં જોઈએ. આ ૨૧ ચક્રોનો પાયો તો ૭ ચક્રો જ છે. આ દરેક ચક્રમાં પિંગળા, ઇડા અને સુષુમ્ણા નાડી હોવાથી કુલ ૨૧ ચક્રો આપણા શરીરમાં સક્રિય રહેતાં હોય છે.


(૧) મૂલાધાર ચક્ર (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (૩) મણિપુર ચક્ર (૪) અનાહત ચક્ર (૫) વિશુદ્ધ ચક્ર (૬) આજ્ઞા ચક્ર (૭) અને સહસ્રાર ચક્ર. શરીરનાં સાતેય ચક્રો સાથે આપણી અંત:સ્રાવી ગ્રંથિઓ (Hormonal Glands) જોડાયેલી હોય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ શરીરના કિડની, હૃદય, પેન્ક્રિયાસ, ફેફસાં, મગજ વગેરે મહત્ત્વનાં અંગોનું નિયમન કરે છે. જેટલાં આપણાં ચક્રો શુદ્ધ હોય તેટલી અંત:સ્રાવી ગ્રંથિઓ વધુ ક્ષમતાથી કાર્ય કરે છે. આ કારણે ચક્રોની શુદ્ધિ વડે શારીરિક સ્વાસ્થ્ય હાંસલ કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં જાગતિક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે.

સુરેશ ભટ્ટ

મારુ સ્ટેટસ